________________
સમયનો નાશ સર્વનાશ બરાબર છે.
એક દિવસ માછલીને આકાશમાં તરવાનું મન થયું ને એકાએક ) સમુદ્ર સુકાઈ ગયો.
જગતમાં કશુંય અસુંદર નથી અને હોય તો એને પ્રેમથી સુંદર બનાવી શકાય છે.
જેઓ ગઈ-ગુજરીને જ ભાથું બનાવીને જીવવા મથે છે તેમનું કદી કોઈ ભવિષ્ય હોતું નથી.
તક પાછળ દોડવામાં સમય વેડફી દેવાના બદલે થોડો સમય જાતને સમૃદ્ધ કરવામાં પણ ગાળો.
આપણે બધા તકની શોધમાં છીએ પણ આપણે બધા લાયકાતની મથામણમાં નથી.
સૌંદર્યનું એક સનાતન મંદિર આપણે સર્જી શકીએ તો હૃદયની આંખને ઉપવાસ નહીં કરવા પડે.
બગીચો તો બગીચો છે જ પણ અપેક્ષા વિના હોરેલો સંબંધ એ પણ આપણા જીવનની આસપાસ રચાયેલો બગીચો છે.
( સંસાર જીવનની પ્રત્યક્ષ પાઠશાળા છે.
સેવાથી શત્રુ પણ મિત્ર થઈ જાય છે.
- વાભિકિ
(૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org