________________
આપણે સાચું જીવન ગુજારવા માંગતા હોઈએ તો માનસિક આળસ છોડીને આપણે મૌલિક વિચાર કરવો જોઈએ. પરિણામ એ આવશે કે આપણું જીવન બહુ સરળ થઈ જશે. - ગાંધીજી
(સ્ત્રી એ પુરૂષનો પોષાક છે અને પુરૂષ એ સ્ત્રીનો શણગાર છે.
- મિલ્ટન
હું કોઈમાં વિશ્વાસ કરતો નથી. મારો વિશ્વાસ ફક્ત મર્યાદામાં, પરંપરામાં અને સાધનામાં છે. - આચાર્ય શ્રી તુલસી
તર્કબુદ્ધિ અપકીર્તિને સહન કરવાની સલાહ આપે છે. હિંમત સાથે થાય છે. પરંતુ ધીરજ તો એની ઉપર વિજય મેળવી લે છે.
- સ્પેન્સર
આ જગત નિર્માલ્યો માટે નથી, નાસી છૂટવાનો પ્રયત્ન ન કરશો.
- સ્વામી વિદિત્માનંદજી
દરેક વ્યક્તિ પોતાનું આંગણું વાળી રાખે તોય દુનિયા ચોખી થઈ જાય.
- ગટે
જ્યાં લક્ષ્ય પુરૂષાર્થ હોય ત્યાં કોઈપણ કાર્ય અસંભવ હોતું નથી.
- આચાર્ય શ્રી તુલસી
જીવનનો અર્થ છે વહેતા રહેવું. ગમે તેવો રસ્તો હોય, આગળ વધવું સ્થગિતતા એટલે મૃત્યુની નજીક વહેતા રહેવું, એટલે જીવંતતા.
- અનુશ્રુતિ
૧૦૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org