________________
હું પ્રથમ ઈશ્વરથી ડરું છું અને જેઓ ઈશ્વરથી ડરતા નથી એવા માણસોથી બીજા નંબરે ડરું છું.
- સાહી
જંગલના સિંહને જબરદસ્તીથી વશ કરી શકાય છે, પણ ગમે તેટલી | જબરજસ્તીથી એક ફૂલ નથી ઉગાડી શકાતું.
(નિરાશાવાદીને આંખ કરતાં આંસું મોટા હોય છે.
પ્રસન્નચિત્ત અને ચહેરો પોતાને ને બધાને આનંદ આપે છે. હાસ્યનો અર્થ હંમેશા હી-હી કરીને દાંત દેખાડવા એમ નથી.
દર્દ અને દેવાનો જલદી ઉપાય ન થાય તો તે અમર્યાદ વધી જાય છે.
પ્રત્યેક વસ્તુને બે બાજુ હોય છે, હંમેશા ઉજળી બાજુને જ જુઓ. સદા હકારાત્મક ચિંતન કરો.
(આત્મવિશ્વાસ ઉત્તમ વ્યક્તિત્વનું પરિચાયક છે.
ખરાબ શબ્દો ગળી જવાથી કોઈને પેટનો દુઃખાવો થયો હોય એવું હજુ સુધી તો બન્યું નથી.
(કાયદામાં કશું નક્કી નથી હોતું, માત્ર ખર્ચ જ નક્કી હોય છે.
જે માણસ કેસની પોતાની બાજુ જ જાણે છે તે બહુ ઓછું જાણે છે.
- જે. ટુઅર્ટ ગીલ
(૧૫૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org