________________
જેટલી સગવડ સુવિધા આપણે વધારે ઈચ્છીએ તે જ આપણા માટે વધુ આફત નોતરે છે, કારણ કે સહજ રીતે મહેમાન બનીને આવતી સગવડ રોકાણ લંબાવીને યજમાન બની જઈ આપણાં ઘરમાં કાયમી વસવાટ કરીને આપણને જ ગુલામ બનાવી દે છે.
રાતોરાત મળેલી સફળતા પાછળ વર્ષોના ઉજાગરા પણ કામ કરતા હોય છે.
જે આપણી પ્રશંસા કરે છે તેને આપણે મનોમન ચાહવા લાગીએ છીએ પરંતુ આપણે જેમની પ્રશંસા કરીએ એ હંમેશાં આપણને ચાહતો હોય તે કંઈ જરુરી નથી.
તમે ક્યાંથી આવો છો તેના કરતાં તમે ક્યાં જઈ રહ્યા છો તેનું મહત્ત્વ વધારે છે.
સુખની વ્યાખ્યા શું? - હાથવગા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા એટલે સુખ...!!
તમે સતત બદલાઓ છો માટે તમારી જાતને સતત જોયા કરો. શાંત મન જ જાતને બરાબર જોઈ શકે છે.
તમે જો તમારું શરીર નકામું થઈ જાય એમ ન ઈચ્છતા હો તો તમારી શક્તિઓને અર્થ વિનાની ઉશ્કેરણીમાં બગાડશો નહીં.
સત્ય વગરના પ્રાણીઓ અને હાટ વગરનો વાણિયો.
Jain Education International
૧૫૬
For Personal & Private Use Only
માતાજી
www.jainelibrary.org