________________
અધિકાર, ભય અને ધમકીથી કોઈપણ કામ ટૂંક સમય માટે થાય છે. પ્રેમથી કરાયેલું કામ કાયમી થાય છે. નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે.
- નેપોલિયન
દુર્જન અને સર્પ એ બંનેમાં સર્પ સારો છે કારણ કે સર્પ તો કોઈક સમયે જ ડસે છે પણ દુર્જન તો ડગલે ને પગલે. - ચાણક્ય
માણસ પાસે કેટલું છે તે નહિ પણ કેટલું એ ભોગવી શકે છે તેના ઉપર એના સુખનો આધાર છે.
જે આપણાં હક્કનું ન હોય એવું કેટલું આપણને પ્રાપ્ત થયું છે એનો વિચાર કરીએ તો જે નથી મળ્યું તેનો ડંખ કદાચ ભૂલી શકીએ.
જ્યારે કંઈક મેળવવા માટે દોડો ત્યારે જરા અટકીને વિચારજો કે એની સામે તમે શું ગુમાવી રહ્યા છો? શું ખર્ચી રહ્યા છો? જે કંઈ મળવાનું છે એ કેટલું કીમતી છે?
(તમારી અંદર જ સંઘર્ષનું અને દુઃખનું કારણ તથા તેના ઉપાય રહેલા છે. તમે જ તે સર્યા છે. ફક્ત તમે જ તેમને મુક્ત કરી શકો.
મનુષ્યનું ખરૂં ભૂષણ વિદ્યા છે ને તે વિદ્યાથી જ માણસ શોભે છે.
વિદ્યા વિનાનો મનુષ્ય પશુ સમાન ગણાય છે.
ધર્મના બે માર્ગ છેઃ ગૃહસ્થધર્મ અને સાધુ ધર્મ.
૧૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org