________________
(જ્ઞાની તથા જ્ઞાનનો વિનય તથા બહુમાન કરવું.
ખોટું કામ કરવા માટે હજુ સુધી સાચો રસ્તો કોઈ શોધી જ નથી શક્યું.
- એલચી - ઈશિતા
(જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
પુષ્પોમાં એક ખૂબી છે, પુષ્પગુચ્છ બીજાને ભેટ આપનારાના હાથમાંય પુષ્પોની થોડી સુવાસ રહી જાય છે.
વિચાર વ્યક્ત કરતી વખતે વૈભવ દાખવે અને આચારના અવસરે છટકબારી શોધે એ વ્યક્તિ સંત નહીં શેતાન છે.
બે સમસ્યામાંથી એકની પસંદગી કરવાની હોય, છતાં જે વ્યક્તિ બંને પર પસંદી ઉતારે તેનું નામ નિરાશાવાદી.
| તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય તો | માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો.
( કીર્તિ અને કલદારના આગમન સાથે જ હંમેશા સ્મૃતિ અદેશ્ય થઈ જતી હોય છે.
મોટાભાગના નેતાઓઢાલ જેવો હોય છે, જે પ્રજાના સુખમાં આગળ પણ પ્રજાના દુઃખમાં હંમેશા પાછળ જ રહે છે.
(વિદ્યાગુરુને વિચારવા નહિ તેમજ જ્ઞાનીનો વિનય કરવો.
(૧૫૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org