________________
ઊઠો અને આળસને ખંખેરી નાંખો. જિંદગીની પળોને આ રીતે બરબાદ ન કરો. કબરમાં ઊંઘવા માટે ઘણો સમય મળી રહેશે.
- બેન્જામિન ફ્રેન્કલિના
જે મહેનતું અને ધગશવાળો છે એ પોતે સાધન ગમે ત્યાંથી મેળવી લે છે. જો ન મેળવી શકાય તો એ પોતે બનાવી લે છે.
- ચેનિંગ
મુસીબતમાં મૂકાયેલાને મદદ ન કરો તો કાંઈ નહિ, પણ એની મુસીબતમાં વધારો તો ન જ કરો.
- યુનુગો
મારો પ્રેમ દરિયાની જેમ વિશાળ અને ઊંડો છે. જેટલો પ્રેમ હું બીજાને આપું છું, એટલો જ એ મને મળે છે. અને એમાં સતત વધારો રહે છે.
- શેક્સપીયર
'જિંદગી એ કુદરત તરફથી મળેલી લોન છે, એનો ઉપયોગ સારો કરો અને એને પાછી વાળી છે. ' - ગોનજ
ફક્ત નકલ કરવાથી કોઈ માનવી મહત્તા નથી મેળવી શકતો.
- ડૉ. સેમ્યુઅલ જોનસ
પ્રેમ એક ગીત છે - પ્રેમ કરવો અને શાણા રહેવું અશક્ય છે.
- ફ્રાન્સિસ બેકન
તમે પ્રેમની વાતો કરજો માણસને સંગાથ જોઈએ છે, પછી ભલેને એક બળતી મીણબત્તી જ હોય.
- લિસ્ટનબર્ગ
(૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org