________________
ભયથી નિવારી શકાતા દોષની સંખ્યા કરતાં પ્રશંસા વડે પોષાતા ગુણની સંખ્યા વધુ હોય છે.
- સરટીઝ
તમારી જાત પાસેથી કામ લેવાનું તમે જો ઈચ્છતા હોય તો તમે તમારા મગજનો ઉપયોગ કરજો. અન્ય પાસેથી કામ લેવા માટે તમારા હૃદયનો ઉપયોગ કરજો.
- સ્ટેન્ડ હોલ
જેને અંગે પોતે ગૌરવ અનુભવી શકે એવી એકાદ વસ્તુનો પણ અભાવ માનવીનું કદાચ મોટું દુર્ભાગ્ય હશે.
- આર્થર મોરગન
(એકાંત સમયે જ્યારે મનની ભાવનાઓ શાંત હોય છે ત્યારે તમે તમારી અંદર બુદ્ધિનો ભંડાર ભરી લ્યો.
- વર્ડઝ વર્થ
માત્ર શ્રદ્ધા વડે તો ઘણું જ અલ્પ સિદ્ધ કરી શકાય છે પણ સમૂળગી શ્રદ્ધા વગર તો કશું જ કરી શકાતું નથી.
- વિકટર હ્યુગો
કોઈપણ દેશની પ્રગતિ એના ચિંતકોના કેટલા વિચારો યુવાનોના જીવનમાં ચરિતાર્થ થાય છે એના આધારે જ શક્ય બને છે.
- સ્વામી સત્યમિત્રાનંદજી
મંદિર વિશે શ્રદ્ધાનો જે નાશ કરે છે તે પોતાનો નાશ કરે છે.
- ગાંધીજી
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org