________________
બે ધર્મો વચ્ચે ક્યારેય ઝઘડો હોતો નથી. બધા ધર્મોનો અધર્મ સાથે જ ઝઘડો હોય છે.
- વિનોબા ભાવે
પ્રેમ સી પર રાખો, વિશ્વાસ થોડાંક પર રાખો, પણ દ્વેષ કોઈ જ પ્રત્યે ન રાખો.
- શેક્સપિયર
પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.
- પ્રેમચંદજી
વારંવાર માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી જન્મ લેવો, ફરી ફરી મૃત્યુ પામવું આ વિષયકની પારાવાર પીડામાંથી મુક્ત થવા હે મૂઢ માનવ તું ગોવિંદનું ભજન કર, પરમાત્માનું સ્મરણ કર.
- આધ શંકરાચાર્ય
જે માણસ સૌથી વધારે વિચારે છે, સુન્દરતમ ભાવનાઓ રાખે છે અને સર્વોત્તમ રીતથી કામ કરે છે તે મનુષ્ય જ સૌથી વધારે જીવે છે.
- બેલી
સુખ સર્વ સ્થળે છે અને તેનું ઉદ્ભવસ્થાન આપણાં પોતાના જ હૃદયમાં છે.
- રસ્કિન
જો કોઈ હીરાની પ્રશંસા કરવામાં ન આવે તો શું તેનાથી તેની ચમક ઘટી જાય છે?
- માર્કસ ઓરેલિયના
ઉત્તમ પુરુષોની રીત એ છે કે તેઓ ક્યારેય કોઈ કામ અધુરું નથી મૂકતા.
- વીલેન્ડ
૧૩૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org