________________
| જીવનની મહત્ત્વની ચીજો એકત્ર કરવાનું શ્રેષ્ઠ સ્થાન માનવ હૃદય છે. તે
- રુડપાઈ કિપ્લિગ
માનવ જાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી, તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે.
- જે. કૃષ્ણમૂર્તિ
ધર્મજીવનથી અલગ નથી, જીવન એ જ ધર્મ છે. ધર્મવિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુજીવન છે. - ગાંધીજી
જીભનું મૌન એ સાચું મૌન નથી, મનને પણ મૌનની દીક્ષા આપવી જોઈએ.
- મહાવીર સ્વામી
જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.
- થિયોડૉર પાર્કર
પોતાના સંતાનોને જે ઉદ્યમીપણાની ટેવો પાડે છે, મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. - બ્લેટલી
પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.
- સ્વામી વિવેકાનંદ
સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દિવાદાંડી એટલે પુસ્તકો.
- ઈ. પી. વિપિલ
(૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org