________________
જગતમાં સમસ્યાઓ સર્જતા બે કારણો છે, મૂર્ખાઓ વિચાર્યા વગર અમલ જ કર્યા કરે છે અને વિદ્વાનો ઉત્તમ કરવાના ખ્યાલમાં દ્વિધામાંથી જ બહાર આવતા નથી. - અનુશ્રુતિ
કીડીના પગમાં ઘૂંઘરું વાગે તો તે પણ પરમાત્મા સાંભળે છે તો મનુષ્યને તો તે સાંભળે જ, એવો વિશ્વાસ રાખો.
- સંત કબીર
ધાર્મિકતા અને માર્મિકતા આ બંને જેનામાં છે તેઓ માનવ તરીકે પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરનારા છે.
- અનુશ્રુતિ
સૌંદર્ય એ જગત્રિયતાની સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન છે.
- મનુ )
ઉદાસ ચહેરે તું અમૃત પીરસે તો એ મને ન ખપે, પ્રસન્ન થઈ તું ઝેર આપે તો હું ગટગટાવી જાઉં.
- ખલિલ જિબ્રાન
હજારો તોફાન આવે કે વીજળી અનેક તૂટી પડે, જે ફૂલ ખીલવાનું છે તે ખીલીને જ રહે છે.
- સાહિલ ઉધ્યાન્વી
મૌન વાર્તાલાપની મહાન કલા છે.
- હેઝલિટ
એક માતા સો શિક્ષક સમાન હોય કે ન હોય, પરંતુ એક માતાનું વાત્સલ્ય હજારો દેવોના આશીર્વાદ સમાન હોય છે.
- ટાગોર
(૧૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org