________________
જે પુરપાટ દોડે છે, તે જ પડે છે. ધીરા ને છતાં મક્કમ કદમ ભરનાર પડતો નથી. દરેક મહત્ત્વાકાંક્ષા સાથે ધૈર્ય અનિવાર્ય છે.
- શો-ડેસ
કોઈના ય આત્માને દુઃખ ન પહોંચાડવું એ સર્વશ્રેષ્ઠ માનવધર્મ છે.
ગૌતમ બુદ્ધ
મહાન બનીને મહાનતાના અહંકારથી એકાકી રહેવા કરતા, માનવ બનીને નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને તો સાર્થકતા દેખાય છે.
- ટોલ્સટોય
હું સૌથી વધુ તો ઈશ્વરથી જ ડરું છું, પરંતુ બીજા નંબરે એવા લોકોથી ડરું છું કે જેઓ ઈશ્વરથી ડરતા નથી. - શેખ સાદી
-
ક્ષમા કેવી રીતે આપી શકાય તે કેવળ શૂરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
સરદાર વલ્લભભાઈ પટેલ
W
બહારના આનંદથીય અધિક આનંદ મનુષ્યના હૃદયમાં છે. જો જરાક ગહન થઈ ડૂબકી લગાવે તો તે પોતાનામાં જ પરમ શાંતિ પામી શકે છે. - સંત કબીર
Jain Education International
મનુષ્યના તમામ પ્રકારના ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ પરિશ્રમ અને પુરૂષાર્થ છે. પરિશ્રમ અને પુરૂષાર્થ જે આશીર્વાદ આપે છે તેવા આશિષ કદાચ કોઈ આપી શકતું નથી.
- મહર્ષિ કર્વે
૧૩૩
For Personal & Private Use Only
www.jainelibrary.org