________________
જીવનો જગત સાથેનો સંબંધ સાચો નથી. જીવ ભગવાનનો છે. જીવ પરમાત્માનો અંશ છે. જગત સાથેનો જીવનો સંબંધ કલ્પિત છે. જન્મ પહેલાં કોઈ સંબંધી હતું નહિ, મૃત્યુ પછી કોઈનો સંબંધ રહેતો નથી.
- શ્રી ડોંગરેજી મહારાજ
યોગ, કર્મ અને ભક્તિ ઉપરાંત વિદ્યાના માર્ગથી જે મને પ્રાપ્ત કરે છે તે મને અતિપ્રિય છે.
- શ્રી કૃષ્ણ
જે માણસને પોતાની જાત સાથે વાત કરતાં આવડતું હોય તેને ક્યારેય એકલવાયાપણું સતાવતું નથી.
- અનુશ્રુતિ
( વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ, જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો ક્યારેય અભિમાની બની શકતો નથી.
- કાલેલકર
( કેટલાક લોકોનો અભિગમ એવો હોય છે, કે તેને પીંછાની દયા આવે છે પણ પંખીમરે તે દેખાતું નથી.
- બર્ક
જીવન તો સૌ પોતપોતાની આશાએ જ જીવે છે પણ બીજાની આશાઓ સાકાર કરવા જે નિઃસ્વાર્થ થઈને જીવે છે તેને ઈતિહાસ આદર આપે છે, ને જગત વંદન કરે છે.
- ખલિલ જિબ્રાન
જ્યારે પણ ક્રોધ ચડે ત્યારે એક મિનિટ માટે જો પુર્નવિચાર કરવામાં આવે તો જગતના અડધા સંઘર્ષો અટકી શકે છે.
- સ્વેટ માર્ડન
૧૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org