________________
ધ્યેય પરત્વેની અસાવધાનતા એનું નામ મૃત્યુ. પ્રાર્થના એ એક | પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે. જ્ઞાનનો ખરો અર્થ સમજણ નહિ પણ તેવું જીવન. સમદષ્ટિ એટલે નિર્લિપ્ત સમન્વયાત્મક દૃષ્ટિ. સાચા સ્વાનુભવમાં જેમ સર્વાનુભવ આવી જાય છે તેમ સ્વકલ્યાણની પ્રવૃત્તિમાં સર્વકલ્યાણની પ્રવૃત્તિ આપોઆપ ભળ્યા કરે છે. ધિક્કાર વૃત્તિ એ પ્રેમની વિકૃત દશા છે યાને ઉલટું પાસું છે. માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજા સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. નિંદા-અતિનિંદા ને લોકવાર્તા સાધકના જીવનને બાધક છે. જે કાંઈ સારૂં-નરસું, ઓછુંવત્તું મળ્યા કરે એના વિશે સંતોષની લાગણી ધરાવવી. આમ કરવાથી સમતા કેળવવામાં મદદ મળશે.
- પૂજ્યશ્રી મોટા
(સત્યના જયમાં જેમને શ્રદ્ધા નથી હોતી તેઓ દુનિયાની કુટિલતાની ભભકમાં અંજાઈ નિર્લજ્જ બને છે.
- જેમ્સ એલન
પોતાના જ દોષને લઈ જેઓ જીવનમાં સફળ થઈ શકતા નથી તેઓ પારકાના દોષ નિહાળે છે.
- જેમ્સ એલન
કુદરતને નિહાળો, તેના નિયમોની કદીયે અવગણના કરશો નહીં. કુદરતની સામે થવાનું માણસને ઘણું ગમે છે. આને લીધે જ મનુષ્યનો વહેલો અંત આવે છે.
- જેમ્સ એલન
૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org