________________
જગતની બધી જ સેનાઓ મળીને પણ એટલા માનવીઓ અને | એટલી સંપત્તિને નષ્ટ નથી કરતી જેટલો નાશ શરાબ પીવાની આદત કરે છે.
- માર્કટ વેના
પ્રત્યેક દુષ્ટતા દુર્બળતા છે.
- મિલટન
બધી શુદ્ધિઓમાં ધનની પવિત્રતા જ શ્રેષ્ઠ કહેવાઈ છે, કેમ કે જે ધનમાં શુદ્ધ છે તે જ શુદ્ધ છે.
- ભગવાન મનુ
જે બીજાને આશ્રયે રહે છે તેનું ક્યારેક તો ખુલ્લું અપમાન થાય છે.
- જેમ્સ એલના
(પ્રત્યેક માનવીએ પોતાના ખીસ્સામાં ડાયરી અને પેન્સિલ રાખવી જોઈએ અને જે સદ્વિચારો આવે તે નોંધવા જોઈએ. જે અનાયાસ આવે છે તે ઘણું ફરીને સૌથી વધુ કિંમતી હોય છે. એને સંભાળીને રાખવી જોઈએ કેમ કે એ વિચારો વારંવાર આવતા નથી.
- બેકના
(તમે કેટલી મહેનત કરો છો તેની વાત કહેશો નહિ. તમે કેટલું કામ પૂરું કર્યું એ કહો.
| બીજાની ભૂલ માફ કરવી સહેલી છે પરંતુ આપણી ભૂલ કાઢનારાંઓને માફ કરવા મુશ્કેલ છે.
- શ્રી રામકૃષ્ણ પરમહંસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org