________________
પ્રવાસમાં તો કયો રસ્તો ક્યાં જશે એની કાળજી રાખીને જ આગળ વધીએ છીએ... પણ જીવનપ્રવાસમાં આવી કાળજી રાખીએ છીએ ખરા?
ગાંધીજી કહી શક્યા - મારું જીવન એ જ મારો સંદેશ છે. આપણે પણ આપણા શબ્દોને નહિ, કાર્યોને જ આપણે વિશે બોલવા દઈએ.
કણ અને ક્ષણનો દુરુપયોગ જીવનને બરબાદ કરશે.
જેવા વિચાર કરશો, તેવા તમે થવાના.
ઉત્પાદક શ્રમ કર્યા વિના ખાવું એ ચોરી છે તેમ બિનજરૂરી | વસ્તુઓનો પરિગ્રહ પણ ચોરી છે.
માનવતાનો ઉપાસક હોય, દુઃખીની આંખનાં આંસુ લુંછનારો હોય, સદ્ગુણ-વિકાસની કેડી પર ચાલનારો હોય ને તેજસ્વી જીવન જીવનારો હોય એ જ સાચો માનવ કહેવાય.
અનન્ય ધ્યેયનિષ્ઠા, અડગ નિશ્ચયબળ ને અસીમ સત્યનિષ્ઠા વડે જ માનવતા દીપે.
આપણાં વિચારો જ આપણને ઘડે છે.
ક્રિોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કંઈપણ નથી.
- ગાંધીજી
(૧૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org