________________
તમામ દુર્થથી ઈચ્છાઓનો ત્યાગ કરે છે તેનો આત્મા સમસ્ત સંસારનો આત્મા બની જાય છે.
- સ્વામી રામતીર્થ
માનવી +વિલાસ = પશુ અને માનવી + સંયમ = દેવ.
ભૂતકાળ પાસેથી શીખીએ, ભાવિ માટે વિચારીએ પણ વર્તમાનમાં ) જ જીવીએ.
ભાગ્ય ભણી ન જોશો. એવા પુરૂષાર્થ ભણી લક્ષ્ય આપો. તે તમારા ભાગ્યની રચના કરે છે.
તમારા જીવનનો માલિક કોણ? તમે કે તમારો મિજાજ તમારો મિજાજ તમારા ઉપર સવાર થઈ જાય, તમને ઈચ્છા વિરુદ્ધ ગમે ત્યાં દોરી જાય, ને તમને ગુલામ બનાવી દે એવું તમે સહન કરશો? એવું કેમ થવા દેવાય? તમે તો માલિક છો. '
હાથીથી એકહજાર ફુટ દૂર રહેવું, ઘોડાથી એકસો ફૂટ દુર રહેવું, શિંગડાવાળા પ્રાણીથી દસ ફૂટ દુર રહેવું પણ જ્યાં દુર્જન માણસનો વાસ હોય તેનાથી સદાને માટે દૂર રહેવું.
- હિતોપદેશ
હથોડાથી પણ નહીં ખુલતું તાળું એક નાનકડી ચાવીથી ખુલી જાય છે કારણ કે ચાવી તાળાનાં હૃદય સુધી પહોંચી છે.
- થોરો.
૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org