________________
તમે જીવનને પુરેપુરું જીવો છો ખરા? ગઈકાલનો જ વિચાર કરોને? તમારો એકેએક કલાક શી રીતે વપરાયો? સમયનો દુર્વ્યય કેટલો થયો? જીવન કેટલું વેડફાયું?
સંકટ સમયે સચ્ચાઈ ખોઈ બેસાય એ તો જાણે સમજ્યા... પરંતુ આજનો માનવ તો શોખને ખાતર પણ જૂઠું બોલે છે.
દ્રઢનિશ્ચયીના મનોબળ સામે ભલભલી તાકાતને નમવું પડે છે... ને મોટી મોટી મુશ્કેલીને હટવું પડે છે.
સામાયિકો, સમાચારપત્રો, સિનેમાઓ, નાટકો, ટેલિવિઝન, વીડિયો વગેરે સમાજને સીધે રસ્તે જ દોરવાનું વ્રત લે તો.....
ઓહ.. નરકની બીક અને સ્વર્ગની લાલચ. એકવાત ખરી છે કે આ જીવન વહ્યું જાય છે. એ એક જ વાત ખરી છે અને બીજી બધી ખોટી છે. ખીલેલા ફૂલને હંમેશા કરમાવાનું હોય જ છે.
- ઉમર ખય્યામ
વ્યસનની ગુલામી યુવાનને ન શોભે, યુવાન તો વ્યસનને દૂરથી જ સલામ કરે.
ભૂતકાળની વેદનાઓ ભૂલી જઈએ, ભાવિનું રૂડું આયોજન કરીએ ને વર્તમાનમાં કર્તવ્યનિષ્ઠાથી આગળ ધપીએ.
તમારી એકમાત્ર ઝંખના પ્રગતિ માટે હોજો.
Jain Education International
૧૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org