________________
એકની મૂર્ખાઈ બીજાનું નસીબ બને છે.
- બેકના
દુષ્ટ માનવીને જ્યારે સારા હોવાનો ઢોંગ આચરતો પડે ત્યારે સમજવું કે આ જગતમાં ભલમનસાઈની જીત થઈ છે.
- રોશકો ફોલ્ડ
(જે માનવી માત્ર પ્રશંસા જ ઝંખતો હોય છે તેણે પોતાનું સઘળું સુખ અન્યને સોપેલું જાણવું.
- ઓલીવર ગોલ્ડ સ્મિથ
કોઈપણ વ્યક્તિને અન્ય કોઈ ચાહે એને બદલે અન્યો એનામાં શ્રદ્ધા રાખે તેને પોતાની વધુ કદર ગણવી જોઈએ.
- જ્યોર્જ મેકડોનાલ્ડ
સાચા પ્રેમની નિશાની નારીમાં હિંમતની, નરમાં શરમાળપણાંની અને સ્ત્રી-પુરૂષ એકબીજાની નિકટ આવતા જાય તેમ તેઓ પરસ્પરના ગુણો અપનાવતા જાય છે.
- વિક્ટર હ્યુગો
જે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી તે સ્મશાન કરતાં યે ભયંકર છે.
- ગાંધીજી
ધર્મ અને પુરૂષાર્થ વડે આપણે જે પ્રાપ્ત કરી શકીએ છીએ તે શક્તિ અને ઉતાવળથી પ્રાપ્ત થઈ શકતું નથી.
- લા. ફોન્ટેન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org