________________
તમે એકલા હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો પછી બીજાને માથે તે શા કારણે મારવી જોઈએ.
- કેમ.
તમારા દીકરા કે દીકરીને એક જ ભેટ તમે આપી શકો તેમ હો તો તમે તેને ઉત્સાહ આપજો.
- જૂસ બારટના
દુષ્ટ સ્ત્રી, કપટીમિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.
- ચાણક્ય
ઉપદેશ આપવો સહેલો છે, ઉપાય બતાવવો અઘરો છે.
- ટાગોર
પ્રસન્નતા જ સ્વાથ્ય છે અને એની વિરુદ્ધ મલીનતા-અપ્રસન્નતા છે.
પ્રત્યેક વ્યક્તિને યોગ્યતા મુજબ અને પ્રત્યેક વ્યક્તિને આવશ્યકતા મુજબ મળવું જોઈએ.
- લૂઈ બ્લેક
જેટલી પરાધીનતા એટલું દુઃખ અને જેટલી સ્વતંત્રતા એટલું સુખ, સુખ-દુઃખની આ સંક્ષિપ્ત વ્યાખ્યા છે.
- મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org