________________
જીવન જીવવા માટે છે અને એના જેવો આનંદ બીજો એકે નથી. સંપત્તિ અને વૈભવ માણસને સુખ આપશે એ ભ્રમ છે. સૌંદર્ય અને આનંદથી જ સુખ મળે છે. વાસ્તવિક સૌંદર્ય શાંતિ, પ્રકૃતિ, પવિત્ર આચાર અને પવિત્ર વિચારમાં જ છે. આ વસ્તુ જે માનવીમાં છે તે જ સુખ ભોગવે છે. આ ગુણ મેળવવા માનવીએ રાત-દિવસ સંઘર્ષ કરવો જ જોઈએ. એ જ જીવન છે.
- પ્લેટો
ચિત્તની શાંતિમાં જ સાચી મુક્તિ છે.
રમણ મહર્ષિ
પરમાત્મા હંમેશાં કૃપારૂપ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ યાચે
છે તેને તે અવશ્ય આપે છે.
- વિવેકાનંદ
વિશ્વાસ જીવન છે, સંશય મોત છે.
અસત્ય વિજય નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
રામકૃષ્ણ પરમહંસ
જરા જેટલું અસત્ય પણ માનવીનો નાશ કરે છે. જેમ એક ટીપું ઝેર આખા તપેલાના દૂધનો નાશ કરે છે.
- ગાંધીજી
આળસ અને અજ્ઞાન માનવીના મહાન શત્રુ છે.
Jain Education International
ભાગ્યને ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે.
૧૦૦
ચૉનાર્ડ
For Personal & Private Use Only
ભગવાન બુદ્ધ
• નેપોલિયન
·
www.jainelibrary.org