________________
આખી દુનિયાનાં પાપ દૂર થઈ શકે છે, જો તેનો સાચા દિલથી પશ્ચાતાપ કરીએ તો.
- મુહમ્મદ સાહેબ
લોભીને કોઈ ગુરુ કે મિત્ર હોતા નથી, કામાતુરને ભય કે શરમ હોતા નથી, વિદ્યાતુરને સુખ કે ઊંઘ હોતા નથી, ક્ષુધાતુરને સ્વાદ કે સમય હોતા નથી.
- સંસ્કૃત કહેવત
સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
- ગાંધીજી
| એક કામના પૂરી થતાં જ બીજી ઊભી થઈ બાણની પેઠે ભોંકાય છે. ભોગેચ્છ ભોગ ભોગવવાથી કદી શાંત થતી નથી પણ આગમાં ઘી નાંખતાં ભડકો થાય તેમ વધે છે. ભોગની ઈચ્છા રાખવાથી મોહવાળો કદી સુખી થતો નથી.
- મહર્ષિ વિશ્વામિત્ર
શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમ જ સંતોષથી લોભને જીતવો જોઈએ.
- મહાવીર
જેમ આપણી જરૂરિયાતો ઓછી હોય છે તેમ દેવો અને આપણી વચ્ચે સમાનતા વધુ રહે છે.
- સોક્રેટીસ
GG
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org