________________
જે ત્યાગ અભિમાન જન્માવે તે ત્યાગ નથી. ત્યાગથી શાંતિ મળવી જોઈએ. અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે.
વિનોબાજી
પોતે મરણ પામીને બીજાને જિવાડવાની તૈયારીમાં માણસની વિશેષતા છે.
- ગાંધીજી
દાન કરવાથી ગૌરવમાં વધારો થાય છે. ધનનો સંચય કરવાથી નહિ. પાણી આપનાર વાદળાં ઉપર છે અને પાણીનો સંચય કરનાર સાગર નીચે છે.
જે વ્યક્તિ ઊંચા વિચારોની સોબતમાં રહે છે એ વ્યક્તિ એકલી રહેવા છતાં એકલી નથી.
• ફિલીપ સિડની
નાણાંની થેલી જેવી ખાલી થાય છે કે તુરત જ હૃદયની સમૃદ્ધિથી ભરાઈ જાય છે. - વિકટર બ્યુગો
Jain Education International
-
આત્મશ્રદ્ધા વધારવાની રીત એ છે કે તમે જે કામ કરવાથી ડરતા હો તે કામ કરો. આ પ્રકારે જેમ જેમ તમને સફળતા મળતી જશે તેમ તેમ આત્મશ્રદ્ધા વધતી જશે.
૯૨
સ્કંદ પુરાણ
For Personal & Private Use Only
- ડેલ કારનેગી
www.jainelibrary.org