________________
આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ ] જાણતું નથી.
- બર્નાડ શો
પ્રારબ્ધ તો પુરૂષાર્થની પાછળ ચાલે છે.
- ચાણક્ય
( માનવીના હૃદય કરતાં મોટું કોઈ નથી. માનવીનું હૃદય જ બધા તીર્થોનું સ્થાન છે. એ જ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, કાબા, કાશી અને જેરુસ્સલેમ છે. ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગમ્બરે અહીં બેસીને જ ચમત્કારો કર્યા હતા.
- નજરૂલ ઈસ્લામ
(આપણી અંદરની ગંદકીને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી.
- ગાંધીજી
(માત્ર માથું મુંડાવે સાધુ થવાતું નથી. કર્મનો જાપ જપવાથી બ્રાહ્મણ
નથી બનાતું, વનમાં રહેવાથી મુનિ બનાતું નથી અને મૃગચર્મ | પહેરવાથી તપસ્વી થવાતું નથી.
- મહાવીર
( અઢાર પુરાણોનો સાર આ છે - પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુઃખ દેવું તે પાપ છે.
- અજ્ઞાત
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org