________________
પારકી મૂર્ખાઈ પર કરાયેલ કટાક્ષ પર આપણે હસીએ છીએ પરંતુ | પોતાના પર થયેલ કટાક્ષ પર રોવાનું ભૂલી જઈએ છીએ.
- ટોલ્સટોય
લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહીં પણ પાણીથી શુદ્ધ થાય, તલવાર સામે ઢાલ, અગ્નિ સામે પાણી, તેમ તિરસ્કાર સામે પ્રેમ | તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહીં પણ પ્રેમથી થાય.'
- ચિત્રભાનું
એકવાર ગાંધીજીએ કહ્યું કે બીજાના ગુણો હોય તેના કરતાં વધારીને જોવા અને દોષો હોય તેના કરતાં ઘટાડીને જોવા. જ્યારે આપણા પોતાના ગુણો ઘટાડીને જોવા અને દોષો વધારીને જોવા.મેંગાંધીજીને પૂછ્યું કે તમે તો સત્યના સાધક છો, ત્યારે જેવું હોય તેવું જોવાને બદલે આ ઘટાડવાની અને વધારવાની વાત કેમ કરો છો? ત્યારે ગાંધીજીએ સમજાવ્યું કે, આપણને બીજાના દોષો વધારે દેખાય છે અને આપણા ગુણ વધારે દેખાય છે. તેથી બીજાના દોષ ઘટાડીને જોઈશું ત્યારે જ તે યથાર્થપણે દેખાશે અને તેવું જ આપણાં ગુણનું
- વિનોબા ભાવે
જમાનો બહુ ખરાબ આવ્યો છે, ભલે - પણ તમને અહીં મોકલ્યા છે તે એને સારો કરવા માટે.
• કાર્બાઈલ
(જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરે તો ગુણરૂપે જિંદગી લાંબી લાગશે. - શ્રીમદ્ રાજચંદ્ર
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org