________________
જિંદગી છે એટલે જ ખુશી છે અને પરિશ્રમ છે તો જિંદગી છે.
- કાઉન્ટ લીઓ ટોલ્સટોય
ઉદાર માનવી છેવટ સુધી આનંદપૂર્વક જિંદગી ગુજારે છે, જ્યારે કંજૂસ છેવટ સુધી દુઃખમાં રહે છે.
- કેસ બિન ઈલ ખતમ
(માનવીના અંતરમાં વસેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ વ્યવહાર ચાલે છે.
- ધૂમકેતુ
જગતમાં બુદ્ધિનો સૌથી વધુ દુરુપયોગ માનવપ્રાણી જ કરે છે.
- ચાંપશી ઉદેશી
( અપયશવાળું જીવન પસાર કરવા કરતાં મૃત્યુ વધુ સુંદર છે.
- બાબર
આપણી જરૂરિયાતો જેટલી ઓછી એટલા આપણે ઈશ્વરથી નજીક હોઈએ છીએ.
- સોક્રેટીસ
એ માનવી પછી એ રાજા હોય કે ખેડૂત પણ સૌથી વધુ ભાગ્યશાળી છે, જેને પોતાના ઘરમાં શાંતિ મળે છે.
ગટે ,
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org