________________
ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વઅંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર
આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. - શ્રીમદ્ રાજચંદ્ર
ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મનબંધાય તે માટે આત્માને.. સચેત રાખવો એ સપુરૂષોનો મહાન બોધ છે. - શ્રીમદ્ રાજચંદ્ર
ભલું કરવા માટે કોઈપણ ક્ષણ અતિ વહેલી નથી હોતી કારણ કે એટલીવારમાં એને માટે અતિ મોડું થઈ જશે તેની આપણને ખબર નથી હોતી.
- એમરસન
બુદ્ધિ એ ઊંચા પ્રકારનો સંયમ છે. લાગણી વિરુદ્ધ બુદ્ધિ એવી પરિસ્થિતિ ખરી રીતે છે જ નહીં. સંયમ ભરેલી લાગણી - એને જ બુદ્ધિ કહી શકાય.
- ધૂમકેતુ
પોતે મરણ પામીને બીજાને જીવાડવાની તૈયારીમાં માણસની વિશેષતા છે.
- ગાંધીજી
(જે પાપમાં પડે છે તે મનુષ્ય છે, જે તેમાં પડ્યા પછી દુઃખી થાય છે તે સાધુ છે અને જે પાપમાં રહીને અભિમાન કરે છે તે શેતાન છે.
- કુલર
yo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org