________________
તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.
- ઝેનગેસ
જે માણસ માત્ર પ્રશંસાના પુષ્પો જ શોધતો ફરે છે તેણે પોતાનું સંપૂર્ણ સુખ અન્યના કબજામાં સોંપેલું હોય છે.
- ઓલિવર ગોલ્ડ સ્મીથ
જવાબદારી આવે એથી અકળાવું નહીં, ઈશ્વર ઉપાડી શકાય એટલી જ જવાબદારી નાંખે છે.
- પં. રવિશંકર મહારાજ
જિંદગી ઉઘડતાં ફૂલ જેવી છે, સતત તાજગીભરી સુગંધ પ્રસરાવતી રહે છે. એ ફૂલને આપણા શ્વાસમાં ઊંડે સુધી લઈ જઈને હૃદયનેય નિર્દોષ આનંદ અને પ્રસન્નતાની સર્વશ્રેષ્ઠ ઔષધિ આપીએ.
- સંત નિકોલસ
તમે જ્યારે એકાંતમાં હો ત્યારે વિચારો પર કાબૂ મેળવો. કુટુંબના સભ્યો સાથે હો ત્યારે માનસિક સમતુલા જાળવો, મિત્રમંડળમાં હો ત્યારે જીભને કાબૂમાં રાખો.
- ટી. હકસલે
આપણી ભાષા અને આપણું સાહિત્ય આ બેની બુદ્ધિ-વૃદ્ધિ પર સામટા સમાજના વિકાસનો ઘણો આધાર છે. શિક્ષણને ધર્મથીય વધુ મહત્ત્વ આપી શકીશું તો જ પ્રજા સુખી થશે.
- કવિ દલપતરામ
૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org