________________
જ્ઞાની માનવીને જગત લોભાવી શકતું નથી. માછલીઓની કૂદાકૂદથી સાગર છલકાતો નથી.
- ભર્તુહરિ
કંટાળાનું જાહેરનામું કાર્ય પતી જાય પછી જુવાન કંટાળે છે અને કાર્યના આરંભે વૃદ્ધ.
- ટી. એસ. એલિપટ
જે માણસમાં ના કહેવાની હિંમત કે જ્ઞાન નથી તે માણસ જીવનભર નબળા મનનો રહેશે.
- એ. મકલન
આવી પડતી આફતદરમ્યાન આપણે આપણી જાતને સાચા અને સંપૂર્ણ સ્વરુપમાં ઓળખી શકીએ છીએ તેથી આફત આરસી સમાન છે.
- દેવાનંત
જીવનનો પ્રથમ અર્થ છે, આનંદદાયક યાત્રા. યાત્રામાં તો કેટકેટલા અપરિચિતોને પરિચિત કરવાના હોય, કેટલું બધું નવું નવું આત્મસાત કરવાનું હોય, મુશ્કેલીઓ હોય, જિજ્ઞાસા હોય, આ | યાત્રાને આનંદદાયક બનાવવાની કળા તે ધર્મ છે, જીવનધર્મ.
- ગાંધીજી
સત્યનું થોડું બળ પણ મોટા ભયથી મુક્ત કરે છે.
- શ્રીજી મહારાજ
( ૪૩ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org