________________
જે સત્તા નિષ્ઠાપૂર્વક સેવા કરવાથી મળે છે તે માણસને ઊંચે. ચડાવનારી હોય છે. જે સત્તા સેવાના નામે માંગવામાં આવે છે, જે માત્ર મતની સંખ્યાથી પ્રાપ્ત કરી શકાય છે તે માયાજાળ છે અને તેનાથી બચવું જોઈએ.
- અમરવાણી
ગરીબમાં ભગવાન વ્યાપેલો છે. તેની આંતરડી દુભાવવાથી, તેનું અપમાન કરવાથી કે ગર્વ કરવાથી ભગવાન કરતલનું ભુંડું કરી.. નાંખે છે. ભગવાન ગમે તે દ્વારે પ્રગટશે, જેમ પ્રહલાદજીને સતાવવાથી હિરણ્યકશિપુને મારવા સ્તંભમાંથી પ્રગટયા હતા.
- શ્રીજી મહારાજ
ઈશ્વરમાં રૂચિ રાખનાર કદાપિ વિનાશને અથવા દુર્ગતિને પામતો નથી, અંતે તેની ઊંચી ગતિ થાય છે. - શ્રીજી મહારાજ
બે વસ્તુઓથી બહુ જ સાવચેત રહેવું. એક સત્તાપ્રિયતા અને બીજી ઈર્ષા.
- સ્વામી વિવેકાનંદ
પ્રાર્થના' નો ઉપયોગ કરો. પરમાત્મા માટે કશું અશક્ય નથી - એ વિધાનને વારંવાર રટીને પ્રભુની સામે તમારી સમસ્યાનું નિવેદન કરો.
- ડૉ. નર્મન પીલ
ગુરૂ વિના જ્ઞાન ન હોય' એ સુવર્ણ વાક્ય છે. પણ ગુરૂ મળવા દોહ્યલા છે અને સદ્ગુરૂને અભાવે ગમે તેને ગુરૂ કરી બેસીને આપણે સંસાર સાગરની વચ્ચોવચ્ચ ડૂબવું યોગ્ય નહિ ગણાય. ગુરૂ ને કે જે તારે જે પોતે તરી ન જાણે તે બીજાને શું તારે?
- મહાત્મા ગાંધીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org