________________
રોગીઓના રોગોને દૂર કરવા માટે ભારે જહેમત ઉઠાવનારા આજના કાળના અનેક ડૉક્ટરોમાંનો એક પણ ડૉક્ટર સો વરસનો થયો હોય તેવું દેખાતું નથી.... શું સમજવું?
બાળકને ફોટાઓના આલ્બમો જોવાનો રસ છે, આપણને ભૂતકાળના વિચારોને વાગોળવાનો રસ છે... બાળકમાં અને આપણામાં ફેર ક્યાં રહ્યો?
પરમાત્માને તર્કથી સિદ્ધ કરી આપો, આવું કહેનારને માટે એટલું જ કહેવું છે કે પરમાત્માને તર્કથી સિદ્ધ કરી શકાય એમ નથી કારણ કે પરમાત્મા તો બધાય તર્કોનો આધાર છે.
રામ અને મહાવીર થયા છે કે નહીં, એના પર આજે સંશોધન ચાલે છે પણ હિટલર અને ચંગીઝખાનના અસ્તિત્વ વિશે કોઈનેય શંકા નથી.
ગમે તેવો પણ ગાઢ અંધકાર દીવાને સળગતો અટકાવી શકતો નથી એ જાણ્યા પછી કલુષિત વાતાવરણના કારણે હું ધર્મ કરી શકતો નથી એ બોલવું મારે માટે મુશ્કેલ બની ગયું છે.
નાના માણસની મોટી પણ ભૂલમાં એટલું નુકશાન નથી થતું જેટલું નુકશાન મોટા માણસની નાની પણ ભૂલમાં થતું હોય છે.
હજારો શૂન્યને ભેગા કરો, એક જ શૂન્ય રહે. અહંકાર શૂન્ય હજારો વ્યક્તિઓને ભેગી કરો, એક જ અભિપ્રાય રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org