________________
મોતને કમૂરતા નથી નડતા એ જાણવા છતાંય “ધર્મ તો ઘરડે ઘડપણે કરશું આવું બોલનારની માનસિક દરિદ્રતા પર દયા આવી જાય છે.
ઘરમાં પિતાનું સ્થાન મસ્તકનું છે. જ્યારે માતાનું સ્થાન હૃદયનું છે. મસ્તક ઘર ચલાવે છે, જ્યારે હૃદય ઘર ટકાવે છે.
ધર્મ કહે છે શ્રદ્ધા જ ન હોય તો ભગવાન દેખાય શી રીતે? વિજ્ઞાન કહે છે, દેખાય જ નહીં તો ભગવાન પર શ્રદ્ધા જામે શી રીતે?
આટલા બધા જીવો સતત દુઃખોના ભાર નીચે કેમ જીવતા હશે? જરૂરિયાતોને પૂરી કરવાને બદલે ઈચ્છાઓને પૂરી કરવાના તેઓ પ્રયત્નો કરે છે માટે!
યોગીઓ સ્મશાનમાંથી મુક્તિમાં જઈ રહ્યા છે. ભોગીઓ ઘરમાંથી સ્મશાનમાં જઈ રહ્યા છે.
નિંદા અને નિંદ્રા ઉપર વિજય મેળવ્યા પછી જ ભજન થઈ શકે છે.
- ડોંગરેજી મહારાજ
આ દુનિયામાં મોટા માણસો તો ઘણાં મળે છે. સારા માણસો ક્યાંક મળી જાય છે, પણ મોટા માણસો સારા હોય એવાને તો શોધવા નીકળવું પડે તેમ છે.
આજના કાળે મકાનો રોજેરોજ ઊંચા થતા જાય છે અને એમાં છે તે રહેનારા માણસો રોજેરોજ નીચા થતા જાય છે.
39.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org