________________
માણસ જેમ જેમ પોતાના ચિત્તનાં ઉંડાણ પિછાણતો જાય છે તેમ તેમ એ મુક્ત બને છે અને એ જ સાચી પ્રાર્થના છે, સાચું ધ્યાન છે.
- જે કૃષ્ણમૂર્તિ
દ્રવ્યદાનમાં જ દાનનું સુખ સમાયેલું છે એવું નથી. આથી પણ ઉચ્ચત્તર દાન છે. ધીરજ, સમભાવ, વિચાર અને સલાહનું દાન. ગરીબમાં ગરીબ માણસ પણ તે આપી શકે છે.
- એલ. વ્હાઈટીંગ
ઈશ્વરની કૃપા તેના કામ કરવાથી મળે છે અને શરીર વડે, મન વડે તેમજ વાણી વડે દુઃખિયાની સેવા કરવાથી ઈશ્વરનાં કામ થાય છે.
- ગાંધીજી
આવી પડતું કોઈ પણ વિબ એ પરમાત્માએ મોકલેલી એકચેતવણી છે, તેવું જો તમે માનશો તો તે આવેલું વિધ્ધ પરમાત્માના આશીર્વાદરૂપ નીવડશે.
- એચ. ડબલ્યુ. બિચર
પોતાના જીવન દરમ્યાન જેઓએ બિલકુલ ઘોઘાટ ન મચાવતાં માત્ર મુંગા રહીને કામ જ કર્યા કર્યું છે. તેવાઓની કીર્તિગાથાઓની નિનાદ તેમના મૃત્યુ બાદ સમગ્ર સંસારમાં સંભળાયા કરે છે.
- હેઝર્ટ
સરળતાથી જીવવામાં બોલવામાં, વિચારવામાં, ધર્મ ને વિદ્યાને ચારિત્ર્યનો જય છે.
- ફાધર વાલેસ
(૩૩) For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org