________________
બધાની સગવડ ન સચવાય તો ચિંતા ન કરશો પરંતુ આપણા કારણે કોઈ તકલીફમાં ન મૂકાય તે ખાસ જોજો.
- સ્વામી વિવેકાનંદ
જીવન ઉત્સાહ, આનંદ અને ગતિથી ભરપૂર છે પણ આ સર્વેમાં જેઓ પૈર્ય અને વિવેક દાખવે છે તેઓ પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.
- વિનોબા ભાવે
જે સજ્જનોનાં હૃદયમાં પરોપકાર કરવાનો ઉત્સાહનિરંતર જાગ્રત રહે છે તેમની વિપત્તિઓનો નાશ થાય છે અને પગલે પગલે તેમને સંપત્તિ પ્રાપ્ત થાય છે.
- ચાણક્ય
ઢોંગ શરૂઆતમાં આશરો આપે છે ને પછી દગો દે છે. સલામતીની ખાતરી આપે છે પણ અંતે બમણી ફજેતી કરાવે છે. પાપતો વરાળ જેવું છે. જેમ વધારે દબાવીએ તેમ વધારે જોરથી બહાર આવે છે.
- ફાધર વાલેસ
માણસો દ્વારા જ ભગવાનનો સંબંધ બંધાશે. સંસારમાં થઈને જ મુક્તિનાં ધામમાં જવાશે. પ્રેમની દિક્ષા લઈને જ ભક્તિનો અધિકાર મળશે. માનવ ધર્મ પાળીને જ વિશ્વધર્મ પળાશે.
- ફાધર વાલેસ
હિંમત અંતરમાંથી પ્રગટતી વસ્તુ છે, સંખ્યામાંથી નહીં.
- ડ્રાયડના
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org