________________
માનવીએ પ્રભુ પર એટલી શ્રદ્ધા રાખવી જોઈએ કે જેથી તેને જગતની સહાનુભૂતિની જરૂર જ ન પડે. - ઈશુ ખ્રિસ્ત
'વિશ્વમાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ કદી ડગતો નથી અને બુદ્ધિમાનોને પોતાની શંકાઓમાંથી ફુરસદ મળતી નથી.
- બટ્રાન્ડ રસેલ
ગુણોથી જ માનવી મહાન થાય છે. ઊંચા સિંહાસન ઉપર બેસવાથી નહીં. ભવ્ય મહેલના શિખરે બેસવાથી કાગડો ગરૂડથઈ જતો નથી.
- ચાણક્ય
( જેઓ સંસાર વ્યવહાર કરે, ઓફિસનું કામ કરે કે ધંધો રોજગાર કરે તેઓએ પણ સત્યનું પાલન કરવું જ જોઈએ. સત્ય પાલન એ આ કળિયુગની તપશ્ચર્યા છે. - રામકૃષ્ણ પરમહંસ
જીવનની કેટલીક અગત્યની બાબતો સંઘરવાનું ઉત્તમ સ્થાન પોતાનું હૃદય જ છે.
- રડિયાઈ કિલીંગ.
બોજો ફેંકવા જશો તો દૂર નહીં થાય પણ બોજાને પૂરો સમજશો તો પાકા ફળની જેમ ખરી પડશે. - જે. કૃષ્ણમૂર્તિ
જેઓ વધારે કાબૂમેળવે છે અથવા વધારે કામ કરે છે તેઓ ઓછામાં ઓછું બોલે છે. બંને વસ્તુ સાથે જોવા મળતી નથી. જુઓ કુદરત સૌથી વધારે કામ કરે છે, ઊંઘતી નથી, છતાં મૂંગી છે.
- ગાંધીજી
૨૩ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org