________________
મેં અમુક વ્યક્તિને મદદ કરી છે એવું ક્યારેય વિચારશો કે અનુભવશો નહીં. ભગવાને મને સેવા કરવાનો સુઅવસર આપ્યો છે એવું જ હંમેશા વિચારો. - સ્વામી શિવાનંદ સરસ્વતી
અજ્ઞાન માટે જવાબદાર હોય તો ‘તક નો અભાવ નહીં, પણ અજ્ઞાન દૂર કરવાની ઈચ્છાનો અભાવ હોય છે. શિક્ષણ માટે જે ભોગ આપવો પડે તે આપવાની વૃત્તિનો અભાવ હોય છે.
- સ્વેટ માર્ડન
જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે તેમવિવેકી મનુષ્યને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે. ત્રણ માણસોના કાન સુધી જતાં ગુપ્ત વિચાર પ્રગટ થઈ જાય છે.
- ચાણક્ય
જન સમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે, અને તે દૂર કરવી જ જોઈએ.
- મહાત્મા ગાંધીજી
ધર્મસ્થાનોમાં આમંત્રણની અપેક્ષા ન હોય, અપેક્ષા રાખે તે અભિમાની હોય. વગર આમંત્રણે નમ્રભાવે જવું જોઈએ. માન મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવી તે સામર્થ્યનું પ્રથમ લક્ષણ છે. પણ તેથી પૂર્ણ યોગ્યતા હોવા છતાં માનની તદ્ધ અપેક્ષા કર્યા વિના નિરાભિમાની થઈને વર્તવું તે ત્યાગની સર્વોચ્ચ ભૂમિકા છે. માનનો ત્યાગ એ છેલ્લો ત્યાગ છે. - સ્વામી સચ્ચિદાનંદજી
(સંબંધોની શબવાહિની-સંબંધો વણશે ત્યારે સ્મૃતિ બોજો બની રહે છે.
- સુરેશ દલાલ
(૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org