________________
(બાળકોને તમે પ્રેમ આપો પણ તમારા વિચારો નહીં કારણ કે એમની પાસે એમના પોતાના વિચારો છે જેમાં પ્રકૃતિની સર્જકતા અને | પ્રસન્નતા પારાવાર.
- ખલીલ જિબ્રાન
રાષ્ટ્રીય એકતાનું ચણતર કોઈ ઈટ અને ચૂના વડે કરી નહીં શકાય. એ તો માણસોના દિલ અને દિમાગમાં શાંતિપૂર્વક પાંગરવી જોઈએ. ને એ માટેની પ્રક્રિયા કેળવણીની પ્રક્રિયા જ હોઈ શકે.
- ડૉ. રાધા કૃષ્ણન
વૃદ્ધજનોની સેવાથી વિનય પ્રાપ્ત થાય છે તેમજ અનુભવપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
- ચાણક્ય
જેમાં જવાબદારી, સ્વાર્પણ અને શિસ્તની ભાવના ન હોય તે સ્વતંત્રતા નહી પરંતુ સ્વતંત્રતાના અભાવની પરિસ્થિતિ છે.
- જવાહરલાલ નેહરૂ
શ્રેષ્ઠ ગ્રંથ ગીતા, શ્રેષ્ઠ દેવ શ્રીકૃષ્ણ, શ્રેષ્ઠ મંત્ર શ્રી કૃષ્ણ શરણં મમ” અને શ્રેષ્ઠ ધર્મપ્રભુસેવા છે. - શ્રીમદ્ વલ્લભાચાર્યજી
(ઉપવાસ કરવો સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો છે. મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું અઘરું છે.
- વિનોબા ભાવે
ભૂલને સુધારી લઈએ એટલે ભૂલ સુધરી જાય છે પણ ભૂલને દબાવી દઈએ છીએ ત્યારે તે ગૂમડાંની પેઠે ફૂટે છે અને ભયંકર સ્વરૂપ લે છે.
- ગાંધીજી
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org