________________
રૂચિ જેની ઊંચી, ભાવ જેના ભલા, દષ્ટિ જેની મિષ્ટી, તેનું જીવન ઝળામણાં.
ધન અને યશ એ સૌના ભાગ્યને આધીન છે. યોગ અને ભાગ્ય એ પુરૂષાર્થનું બીજું નામ છે.
જે કાર્ય હાથ ધર્યું તેને ન્યાય આપવામાં કસર ન દાખવવી એ જ.. ખુમારીનું લક્ષણ છે. ધર્મનું કાર્ય આજે જ કરો. સમય અને ભરતી , કોઈની રાહ જોતાં નથી.
મતા અને મહત્તા વિના ચાલે પણ મમતા અને માનવતા વિના જીવનમાં ચાલશે નહીં. ભલા રહેજો, ભલા થઈને સૌનું ભલું કરજો.
જીવનને મધુર ને સુંદર બનાવનારા કલ્યાણકારી પ્રસંગો સ્નેહીજનોના સ્નેહ ભાવમાંથી જન્મતા હોય છે. સુંદરતા સૌને ગમે, સત્ય એ જ સુંદરતા છે.
( સ્નેહનો સેતુનું સર્જન કરવું એ પ્રેમ ધર્મનું કાર્ય છે.
જાગતો ઉન્નતિ પામે, ઊંઘતાને થાય હાની, પુરુષાર્થને મળે છે દેવની સહાય જાની. સદ્ધરતા, સુવિધા, સગવડતા જ્યાં નજરે ચડે,
સૌની નજર હંમેશા ત્યાં પ્રથમ પડે.
તમારી પાસે કેટલું ધન છે એ મહત્ત્વનું નથી પણ તમારામાં કેટલી ખાનદાની અને કેટલી માનવતા છે એ મહત્ત્વનું છે.
૧૪ )
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org