________________
સત્કર્મ - સુવિચાર અને સારી વાણીથી આયુષ્યની ગણતરી કરવી જોઈએ. સગવડ, શક્તિ અને દિલ હોય તો કોઈના પણ સુખનું કારણ બનજો.
માનવનું દિલ સાફ હોય એનામાં શ્રદ્ધા અને સચ્ચાઈ હોય તો એનો હેતુ ફળે.
કદમ અસ્થિર હોય, એને કેડો નથી જડતો, અડગ મનના માનવીને, હિમાલય પણ નથી નડતો.
તમારી ફરજ, તમારી પ્રાપ્તિ, તમારું નસીબ વર્તમાનની ક્ષણોમાં રહેલું છે. અસત્ય સાથે છેડો ફાડ્યા વિના સત્ય સાથે નાતો જોડી શકો નહીં.
સત્યમાં યુવાન અને કાર્યમાં ગંભીર બની જીવનને સારા કામોથી માપો.
સચ્ચાઈ - સાદાઈ - સંતોષ - પ્રમાણિકતા ને નમ્રતા જીવનમાં ખાસ જરૂરી છે.
એક શક્તિશાળી માણસ ઊંચા વિચારો અને કાર્યથી સમાજને શક્તિશાળી બનાવે છે. જાણ પાસે અજાણ થઈ, તત્ત્વ લેવું પાણી, સામા થાય અગ્નિ તો આપણે થવું પાણી.
ધનના અભાવનો ઈલાજ સહેલાઈથી થઈ શકે છે પણ હૃદયની કંગાલીયતને સ્થાને કશું થઈ શકે નહીં.
Jain Education International
૧૩
For Personal & Private Use Only
www.jainelibrary.org