________________
સંતોષનું ખમીર ધરાવે તે જ ખરો અમીર ગણાય, ત્યાગમાં શાંતિ છે, સુખ છે, આબાદી છે.
આજ કહે કાલ કરીશ, કાલ કહે વળી કાલ, આમને આમ રહી જશે, આવી પહોંચશે કાળ.
જોઈ અટૂલી ડુંક સમય પૂછતો ફરે, ફોર્યા અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં.
ધનના અભાવનો ઈલાજ સહેલાઈથી થઈ શકે છે પણ હૃદયની કંગાલીયતને સ્થાને કશું થઈ શકે નહીં.
જે સાચું છે તેને માટે માનવ જીવનને ખેવના હોત, તો તે એને ક્યારનું સાંપડી ગયું હોત.
માણસને કશું કરવાનું હોય જ નહીં, તેમાં કશો આનંદ નથી, મજા તો એમાં છે કે કરવાનું ઘણું હોય, પણ માણસ તે કરે નહીં.
પ્રમાણિકતા - સત્યપ્રિયતા - ન્યાયપ્રિયતા સમાજ સેવા માટે જરૂરી છે. ધનનો સંગ્રહ કરવાથી ધન ગંધાઈ જાય છે. જ્ઞાનનો ગર્વ કરવાથી જ્ઞાન ગંધાઈ જાય છે. શરીરના રોગો શ્રમથી, મનના રોગો પ્રેમથી અને બુદ્ધિના રોગો જ્ઞાનથી મટે છે. વાણી તેવું વર્તન, વિચાર તેવો આચાર એ સારાં અને સાચાં મોતી છે.
ખમીરવંતા પુરૂષનું કર્તવ્ય વહેપારમાં, વહેવારમાં અને સ્નેહમાં ) સરખું જ હોય છે.
૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org