________________
હૃદયનો થોડો અંશ નાના ભોળા બાળકો માટે બચાવી રાખજો. પુણ્ય કે તીર્થાટન ન થાય તો ભલે પણ પેલાનિર્દોષ ભૂલકાંઓની આંખમાં આંખ પરોવીને પૃથ્વી પરના ઈશ્વરના દૂતને મળતાં રહેજો. શિશુ પાસેથી તેમને નિરંતર પ્રસન્નતાનિખાલસતા અને જીવન જીવવાની અસલી મઝાનો ભરપૂર પરિચય થશે. -ખલીલ જિબ્રાન
મોટાભાઈ બલરામની સાથે રંગ મેદાનમાં દાખલ થયેલ શ્રીકૃષ્ણની સાથે મલ્લીએ પોતાના નાશ માટે ફેંકાયેલા વ્રજરૂપે જોયા, માનવીઓએ માનવશ્રેષ્ઠરૂપે જોયા, સ્ત્રીઓએ સાક્ષાત કામદેવરૂપે જોયા, અધમ રાજાઓએ પોતાને સજા કરનાર દંડ દેનાર રૂપે જોયા, ગોવાળોએ પોતાના એકગોવાળ રૂપે જોયા, મા-બાપે પોતાના શિશુ રૂપે જોયા, કંસે પોતાના કાળરૂપે જોયા, અજ્ઞાનીઓએ વિરાટ રૂપે જોયા, યોગીઓએ પરમતત્ત્વરૂપે જોયા અને વિષ્ણુઓએ સ્વજનોને પોતાના કુલ દેવતારૂપે શ્રીકૃષ્ણને જોયા.
- શ્રીમદ્ ભાગવત
(ઉત્તમ માણસ બોલવામાં ધીરો હોય છે, પરંતુ કાર્ય કરવામાં ઉતાવળો હોય છે.
- કોન્ફયુશિયસ
(તમારી સફળતાથી લોકો તમને માપશે, સંજોગો પ્રતિકૂળ હોવા છતાં
કદી પણ ચારિત્ર્ય અને નીતિને શિથિલબનવા દેશો નહીં. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની શક્તિ મેળવવી તેમાં જ સફળતાની ખરી ચાવી છપાઈ છે.
- એવર મોન્ડ
(ઈન્દ્રિયો પર વિજય મેળવવો એ જ રાજ્યનું મૂળ છે, ઈન્દ્રિયોને | જીતવાનું મૂળ વિનય છે.
- ચાણક્ય
(૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org