________________
ઈશ્વરે સગવડ અને શક્તિ આપ્યાં હોય તો કોઈના સુખનું કારણ બનજો. જેટલું કરી શકો તેટલું જ કરો, અશક્યતા છુપાવો નહીં.
ધર્મ અને વ્યવહાર તરીકે પ્રમાણિકતા સુખી થવાની જરૂરી ગુણ છે. સમજુ માણસનો એ ધર્મ છે કે ઊંચે ચડનારને ટેકો આપવો.
સુખમાં ફુલાઈન જવું અને દુઃખમાં ગભરાઈના જવું એમાં જીવનની | સાર્થકતા છે. જીવન એક પડકાર છે, જીવન એક તક છે, સ્વપ્ર છે તેને સાકાર કરો.
નિષ્ઠા- નેકદિલી-ખંત-વિનય - ધીરજ અને સત્યતા આથી ધંધાનો વિકાસ થાય છે.
તમન્નાને તાકાત હોય તો દરેક કાર્ય સિદ્ધ થાય છે. દરેક માણસને સંસ્કાર અને વાતાવરણ પ્રમાણે સુખ મળે છે.
પ્રત્યેક માનવી પાસે ધનથી ખરીદી ન શકાય તેવો આશિષનો ખજાનો હોય છે. આયોજન કરી અમલ કરનારને હંમેશા વિજય મળે છે.
પરસ્પર સહકાર, સંગઠન અને તમન્ના જ તમને સજીવન રાખશે, સમાજના કલ્યાણાં જેઓ જહેમત ઉઠાવે છે અને સમાજ વંદન કરે છે.
વાણીમાં માધુર્ય, મનમાં ઉદારતા અને ઈષ્ટમાં પ્રેમ રાખનાર સિદ્ધિ મેળવે છે. પુણ્યથી પૈસો મળે છે, પુણ્યથી પૈસો વધે છે અને પુણ્યથી પૈસો વપરાય છે.
- ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org