________________
નાનાં બનો, નમતા રહો, પ્રેમથી ઝૂકતા રહો. ભલા બનો, ભલું કરો, સહનશીલ બનો.
માનવ પૈસાથી શોભતો નથી પણ સર્તન, ઉત્તમ વિચાર અને ઉત્તમ સદ્ગુણોથી શોભે છે.
દેખાવ કરતાં હોવું મહત્ત્વનું છે, જો આપણી સચ્ચાઈ પૂર્ણ હોય તો આપણે સારા દેખાવની જરૂર નથી.
પાડોશીની છત પર શું છે તેની ફરિયાદ કરતાં પહેલાં એ જુઓ કે તમારી નિસરણી કેટલી ચોખ્ખી છે.
પગલાં પડી રહ્યાં ને ચરણ ક્યાં વહી ગયા? સ્મરણો રહી ગયાં ને સ્વપ્ર ક્યાં વહી ગયા? ચરિયાણ સુકાવીને હરણ ક્યાં વહી ગયા? કાંઠા કહ્યા તરે કે ઝરણાં ક્યાં વહી ગયા?
જે કાંઈ તમે સારી રીતે કરી શકો તે કરવામાં અને તમે જે કરો તે બદલાના વિચાર વગર કરવામાં જીવન સાફલ્યની ચાવી રહેલી છે.
સજ્જનોનું એ સદ્ભાગ્ય છે કે તેમના મૃત્યુ પછી તેમના સદ્ગુણોની કીર્તિ ફેલાતી જાય છે.
ચાંદી અને સોનાનું જ ચલણ હોય છે એવું નથી, સદ્ગુણોનો સિક્કો જગતભરમાં ચલણી બને છે.
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org