________________
ન ખણાય કુવો ક્ષણમાં ખણતાં જ, ખણાય કુવો ખણતાં ખણતાં. ન ચણાય હવેલી પુરી પળમાં જ, ચણાય પૂરી ચણતાં ચણતાં.
જાણવું નહીં તે ખરાબ છે, જાણવા ઈચ્છવું નહીં તે એનાથી યે ખરાબ છે. જે તેવું નથી તે જાણવું, એના કરતાં તો કશું જ ન જાણવું બહેતર છે.
માણસને જેની જરૂર છે, તેને માટે જગત આખામાં ફરે છે, અને ઘરે પાછો ફરે છે ત્યાં એ એને સાંપડે છે. - જોર્જટૂર
–
સુખ અને દુઃખમાં એ વાત હંમેશા યાદ રાખો કે એ કાયમ ટકવાના નથી, જીવનના રંગો બદલતા રહે છે.
કોઈનાં હકનું ખાવું તે વિકૃતિ, પોતાના હકનું ખાવું તે પ્રકૃતિ અને આપણાં હકનું બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ છે.
સૂર્ય, ચંદ્ર, આકાશે ચમકે, પૃથ્વી પર તો દાની, પરને માટે જીવી જાણે એના જીવન મંગલકારી.
જીંદગીનું મહોરૂં - વિચાર કરો તો ઊંચા કરો, પ્રયત્ન કરો તો ઊંચે આવવાનો કરો, નજર પણ ઊંચી રાખો, સારાંશ એટલો જ છે કે જીંદગીનું મહોરૂં હંમેશા પ્રગતિની દિશામાં જ રાખો.
જે મનુષ્ય નાની બાબતોમાં રસ લઈ શકતો નથી, તે મહાન બાબતમાં રસ લેતો હોય ત્યારે તે ઢોંગ કરતો હોય છે.
- રસ્કિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org