________________
જે બીજાને જાણે છે, તે વિજ્ઞાન છે; જે પોતાને જાણે છે તે જ્ઞાની છે. જે બીજાને જીતે છે, તે બળવાન છે; જે પોતાને જીતે છે તે શક્તિશાળી છે. જે બળપૂર્વક વર્તે છે, તેનામાં સંકલ્પ બળ છે; જે સંતોષી છે તે સમૃદ્ધ છે. જે પોતાના સ્થાનેથી ચાલતો નથી તે ટકી રહેશે; જે નાશ પામ્યા વગર મરે છે તે દીર્ઘજીવી થશે.
- લાઓત્યે
આપણું મન લાડકાં બાળકો જેવું છે. લાડકાં બાળકો જે રીતે અતૃપ્ત રહે છે તે રીતે આપણું મન હંમેશાં અતૃપ્ત રહે છે. તેથી મનનાં લાડ ઓછાં કરીને તેને વશમાં રાખવું જોઈએ.
- સ્વામી વિવેકાનંદ
મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ. માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.
- પ્રેમચંદજી
જેણે મનને જીત્યું છે તેણે જગતને પણ જીત્યું છે.
- ભગવાન શંકરાચાર્ય
જ્યાં સુધી મન જીતાયું નથી ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતા નથી અને માણસ ઈન્દ્રિયોનો ગુલામ બની રહે છે.
- વિનોબા ભાવે
(
૩
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org