Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવા
xvii
ઉઠે છે કે આ એકદેશીય ભાષામાં લખતા પેલી સર્વદેશીય ભાષાસાહિત્યની પરંપરાના રસિક અભ્યાસુઓએ શા માટે, કયા અંગત-બિનંગત કારણોથી, કઈ સાંસ્કૃતિક આવશ્યક્તા પૂરી કરવા, આવું વ્યાપક અનુવાદ કાર્ય દોઢ સદી સુધી કર્યા કર્યું? ને હજી અવિરતપણે કર્યો જાય છે ?
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ એ ત્રણ અનેક દેશીય/સર્વદેશીય સાહિત્યભાષાઓએ ભારત જેવા વિશાળ અને બહુવિધતાભર્યા દેશને એક મહત્ત્વના સહિયારા અનુભવથી, રસાનુભવથી, સાંકળી આપે. હવે જ્યારે આ ત્રણ સાહિત્યભાષાઓમાં કૃતિનિર્મિતિનું કાર્ય, આસમાનીસુલતાની કારથી, મંદ પડયું, ત્યારે ભારતીય સંસ્કૃતિને પેલો સહિયારો અને એકતા ઉત્પન્ન કરતા સર્વદેશીય સાહિત્યાનુભવ મળતો અટક્યો. આ એક સાંસ્કૃતિક કટોકટી બની રહી. ઉપરાંત, અન્ય સંસ્કૃતિઓના આક્રમણને કારણે ભારતીય સમાજનાં નિરક્ષર સ્તો, ભય અને લોભના માર્યા એ આક્રમણને વશ થવા લાગે, એનો પણ ઉપાય કરવો રહ્યો. નહીં તો ભારત જેવો વિશાળ દેશ અને એ વિશાળતાને ઐક્ય આપતી એની ઉદાર સંસ્કૃતિવ્યવસ્થા ટકી ન રહે. બહુવિધતા પરત્વે અનુદાર એવી અન્ય સંસકૃતિવ્યવસ્થાઓ આટલા વિશાળ દેશને અને એના સમાજને એક રાખી ન શકે. એનું કાળક્રમે ખંડ-ખંડ-વિભાજન થઈ જાય. આ પરિસ્થિતિમાં એકદેશી ભાષાઓ, એના એકશસ્ય તેમજ એકદેશીય સાહિત્યસર્જકો અને એવા જ એકદેશીય સહૃદય-શ્રોતા-વાચક–પ્રેક્ષકો સમક્ષ મોટી સમસ્યા બજે સાંસ્કૃતિક કટોકટી ઊભી થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓની પેલી વાડ્મય ક્રાન્તિ કેવળ સંસ્કૃત (પ્રા.અ.)થી ઈતર ભાષાઓમાં સાહિત્યકતિઓ લખવા પૂરતી સીમિત નહોતી એ દેશી ભાષાઓની વયન્તિ મર્મ તે હવે પેલી જૂની સાહિત્યિક ભાષાઓની અનેકદેશીયતાને પોતાની છે. દેશીતાની અંદર, કોઇક નવા જ સામગ્ધથી, વજાઇ.વી લેવામાં. દેશી બોલીઓ જ્યારે કેવળ વ્યવહાર ભાષાઓ મટી નવી સાહિત્યભાષાઓ બની, ત્યારે એમણે વૈયક્તિક રીતે નહીં પણ સામૂહિક રીતે એક નવી જ સર્વદેશીયતા કેળવી લીધી. ગુજરાતી-મરાઠીકન્નડ-તેલુગૂ-ઉડિયાબંગાળી-આસામી-અવધી-ખડી-પંજાબી-કાશ્મીરી-સિંધી એમ અનેક બેલીઓએ ( અને બીજી અનેક, સેંકડો, સ્થળસીમિત બોલીએ) પેલી સર્વદેશીય, પરંપરામાન્ય ત્રણ સાહિત્યભાષાઓની વાડમય સૃષ્ટિને પોતપોતાના એકદેશમાં જાળવી લીધી, સમાજના સાક્ષર તેમ જ નિરક્ષર સર્વ વર્ગો સુધી પોતપોતાના પ્રદેશમાં ઊંડી ઉતારી જરૂર પ્રમાણે એના મરડ બદલ્યા, પણ એને એવી મરડી ન નાખી કે એની ગૂઢ સંરચનાઓ (ડીપ સ્ટ્રેચર્સ) તૂટી જાય. અને કયાંક તે એની પ્રગટ સંરચનાઓને પણ, નવી ભાષાઓમાં, યથાતથ જાળવવાને સુદીર્ઘ પ્રયાસ પણ (મુખ્યત્વે છેલ્લા દોઢ શતકમાં) કર્યો. મરોડ બદલીને સંસકૃત રૂપકને ગુજરાતી ભવાઈમાં, ગરબા-ગરબીમાં, રાસા-આખ્યાનોમાં એમ વિવિધ અભિનેય વાડુમોમાં જાળવી લીધું. મરોડ યથાતથ રાખી સુધારક-સાક્ષર-ગાંધી-સ્વાતંત્તર યુગના અનુવાદોમાં જાળવી લીધું.
ગુજરાતનું સંસ્કૃત રૂપક સાહિત્યને સર્વોપરિ મહત્ત્વનું પ્રદાન, તે ગુજરાત પ્રદેશમાં સંસ્કૃત ભાષામાં રચાયેલાં ૨૫ નહીં, પણ ગુજરાતી ભાષામાં થયેલી તેની આ વિવિધ જાળવણી,
For Private and Personal Use Only