________________
- ચન્દ્ર અને વીરભાની કથા.
(૩) તેટલા માટે ભાવપૂજાની પ્રવૃત્તિ કરવા ચૈત્યમાં નટને દાન આપવા જતાં તે ચંદ્રને ઈષ્ટ ફલદાયક થઈ પડ્યું.
એ ધર્મને અધિકારી પુરૂષ સાધી શકે અને તે આગમમાં કહેલ અક્ષકત્વ વિગેરે ગુણે સહિત હોય તેજ સાધવાને સમર્થ હોઈ શકે. તે અથી હાય, ધર્મની ગવેષણ કરનાર તથા સમર્થ હોય કે જે ધર્મને આરાધતાં અન્ય ધમી માતા, પિતા, કુળગુરૂ અને સ્વામી થકી કદી ભય ન પામે.
કહ્યું છે કે" होइ समत्थो धर्म, कुणमाणो जो न बीहइ परेसिं । माइपिइसामिगुरुमाइयाण धम्माउ भिन्नाणं " ॥१॥
અર્થ– જે સમર્થ હોય તે ધર્મ સાધતાં અન્યધર્મી એવા માબાપ, સ્વામી કે કુળગુરૂથી કદી ભીતિ ન પામે.’
આગમમાં કહ્યા પ્રમાણે અશુદ્ધ, રૂપવાન, સ્વભાવે સામ્ય, સારા પક્ષ સહિત, દાક્ષિણ્યવાન, દક્ષ, લોકપ્રિય અને વિનયી ઈત્યાદિ ગુણે સહિત હોય. એમાં મુખ્ય સમર્થ હોય. કારણકે સામર્થ્ય—એ ધર્મનું શ્રેષ્ઠ અંગ છે. તે વિના બીજા ગુણે વિદ્યમાન હોવા છતાં પ્રાય: કાર્યસાધક થતા નથી. ધર્મ સાધવાના સામઐથી ચંદ્રની જેમ માણસ મનવાંછિત મેળવે છે અને વીર શુભાની જેમ સ્ત્રી તે સ્વ–પરને તારે છે.
જૈનધીઓ સાથે સંબંધ રાખતાં પણ ચંદ્રની જેમ તે માણસને હિતકારી થાય છે. અથવા તે અછતા ધર્મને આપતાં પણ ચંદ્રની જેમ પુરૂષ કુળને ઉદ્ધાર કરી શકે. કામાદિના કારણે પણુ મુખે પ્રાપ્ત થયેલ જિનધર્મ, ઈષ્ટ દાન આપવાથી ચંદ્રની જેમ ૫રિણામે હિતકારી થાય છે. એટલા માટે શ્રાવકે અન્ય ધમની સાથે સંબંધ માત્ર પણ ન રાખવું જોઈએ. જિનદત્તે આહત (શ્રાવક) એવા ચંદ્રને જ પોતાની સુતા (કન્યા) આપી. વિદેશમાં પણ બીજી સહાયતા ન હોય છતાં જિનભકત્યાદિ પુણયથી પોતાની પ્રતિજ્ઞાને સાધતાં માણસ ચંદ્રવત્ સંપત્તિને પામે છે. પોતે અબલા અને પરતંત્ર છતાં સ્વપરના સંકટમાં ધર્મને સાધતી એવી કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com