________________
(૯૨).
ચાર નિયમો પાળવા ઉપર
છો, એ હાથી, અથા, અને મારવા
ચોધાઓ સાથે અને રથકારે, રથકાર સાથે મલ્યા.તે વખતે રજથી સૂર્ય આચ્છાદિત થઈ જતાં શસ્ત્રોના તેજથી આકાશ પ્રકાશિત થતાં તેમના વાજીંત્રોથી દિશાઓ ગાજતાં યુદ્ધ શરૂ થયું. રણમેદાનમાં કૂદી પડેલા સુભટે તરવારો, ભાલા, બાણે, મુદગર, ગદા, ચકો. યષ્ટિઓ અને મુષ્ટિએ થી શત્રુઓને મારવા લાગ્યા. શૂરવીરોએ પાડેલ હાથીઓ, અશ્વો, યેધાઓ અને ભાંગેલા રોથી પૃથ્વી, દુઃખે સંચરી શકાય તેવી થતાં તે યુદ્ધ વિશ્વને ભયંકર થઈ પડયું. ત્યાં આ પ્રમાણે યુદ્ધ ચાલતું હતું, તે વખતે મંત્રી, શાલ અને સેનાપતિ વિગેરે, કેટલાક સૈનિકે સાથે અલગ થઈ, નગરમાં જઈ સંકેતથી સાથે મળ્યા અને ભંડાર તથા કિલ્લા વિગેરેને કબજે લઇને નગરદ્વારમાં યુદ્ધ કરવાને ઉભા રહ્યા. હવે અહીં સુમુખના સૈનિકોએ નરસિંહના લશ્કરને ભાંગતાં તે રણાંગણથી ખસીન કિલ્લાનો આ શ્રય લેવાની બુદ્ધિથી નગરમાં પેઠે, ત્યાં શૂર અને શીલ વિગેરેએ અટકાવ્યો, તેમને ફરી ગયેલા જાણી, શત્રુના સૈન્યથી પરાભવ પામતે તે અ૫ પરિવાર સાથે લઈને ભાગી ગયે દિન અને શરણ રહિત તે ગિરિકૂટ પર્વત પર વનેચરે સાથે ઝુંપડું બાંધીને રહ્યો. તે નાઠે, એટલે તેની ઉપેક્ષા કરી, મળેલા તે મંત્રી વિગેરેને સત્કાર કરીને તેમની સાથે સુમુખ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી પૂર્વ રાજના સિંહાસન પર તેને સારી મંત્રી વિગેરેએ વીરપુરના રાજ્યપર તેને અભિષેક કર્યો. રાજાની અનુમતિથી તે મંત્રી વિગેરે સ્વામિ ભક્તિને લીધે નરસિંહ રાજાને સ્ત્રીઓ અને ખાને મેકલી દીધે. તેથી હર્ષિત થઈ, ગામડું - સાવી, તે સુમુખની આજ્ઞાથી ત્યાં પત્ની સાથે સુખે રહેવા લાગ્યા. પંડિતે સમયના જાણ હોય છે, પરંતુ તે વીરમતી રાણી નાસ્તિક પતિને અનુસરી નહી. દુ:ખથી મરણને ઈચ્છતી તેને કે સુત્રતા સાધ્વીએ બંધ આપ્યો. એટલે સંવેગથી સંસારસુખની આશા તજી, મંત્રીને પિતાની પુત્રી સેંપીને તેણે જૈન દીક્ષા લીધી. પછી મહાબુદ્ધિ મંત્રીએ પૂર્વે બુદ્ધિથી વશ કરેલ જયશ્રીને, શુભ લગ્ન સુમુખ રાજાને આપી. એટલે મેટા ઓચ્છવથી દેવેને પણ દુર્લભ એવી તે કન્યાને પરણીને તે અન્ય પ્રેમ સંકાતી (મિશ્રણ)થી તેણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com