________________
ચાર:નિયમ પાળવા ઉપર
આગળ, અન્ય રાજાઓ કુવા જેવા કે તારા જેવા લાગે છે. જેની માત્ર દષ્ટિથી પ્રેરાયલા ચિત્રસુભટેએ વશ કરેલા ક્ષત્રીયે, તેના કિંકર જેવા બની ગયા છે, તે તમારૂં ઈચ્છિત સાધે તેમ છે, એટલે રાજાને શંકા ન થાય તેમ મને મિત્રને લાવીને હર્ષિત, થયેલ મંત્રી વિગેરેએ બધું સમજાવ્યું. આ કાર્ય અન્યને અસાધ્ય ધારી, આદરથી મને વીનવીને તને બોલાવવા વિચક્ષણ એવા મને અહીં એક છે. અન્ય શંકા નિવારવાને મંત્રીએ રાજાને જણાવી પોતે અને રાજાએ પણ વિવાહની તૈયારી કરાવી. અહીં આવતાં, તને જોઈને મારા જન્મને સફલ માનું છું. માટે હવે ત્યાં આવી જયશ્રીને પરણીને જયલક્ષમીને વશ કર. તું વીરપુરમાં આવીશ, એટલે તે કાલ રાજા લાગી જશે, અને રાજ્યશ્રી તથા જયશ્રી સનાથ થશે. તે સામાન્ય સ્ત્રી માત્ર ન ધારજે, પણ ગુણેથી તે ત્રણે જગતમાં, શ્રેષ્ઠ છે, જેને બનાવવાની ઈચ્છા થતાં વિધાતાએ અભ્યાસને માટે દેવાંગનાઓ બનાવી. જેમ લક્ષમી વડે હરિની, તેમ તેજ પત્નીથી તારી રૂપસંપત્તિ કૃતાર્થ થવાની છે. હરિને લક્ષ્મીની જેમ, તે બીજા કોઈની પત્ની થવાને લાયક નથી. તેણે વિના રાજ્ય લક્ષમીથી તું જગતને ઉપકાર કરતાં પણ શોભતે નથી. જળવૃષ્ટિથી વસુધાને તૃપ્ત કર્યા છતાં મેઘ, વીજળી વિના શોભતે નથી. અથવા તે પ્રજાની અનુકંપાના મુખ્ય ફલમાં પ્રવૃત્ત થયેલ તું તેને પ્રસંગથી પામી શકીશ, પૃથ્વીને શીતલ કરવા ઉન્નતિ પામતે મેઘ, શું આકાશમાં વીજળીથી સં યેગ પામતે નથી? હેસુઝ! કાર્યને સાર તને મેં કહી બતાવ્યું, માટે એ તારું પિતાનું જ કામ સમજી લે.” એ પ્રમાણે બ્રાહ્મણનું કથન સાંભળી રાજાએ મંત્રી વિગેરેના મુખ તરફ જોયું. ત્યારે મંત્રી બોલ્યા– હે નય પથg! ષટ ગુણેથી પૂર્ણ તને કહેવાનું શું હોય? પ્રજાના હિતને માટે જ તમારા જેવા પૃથ્વી પર અવતાર લે છે. વીરપુરની પ્રજાને માટે કૈલ રાજાનું મથન કરતાં તું જયશ્રીને પામીશ. દેવેને માટે સમુદ્રનું મથન કરતાં હરિને શું લાગી ન વરી ? ઉત્સાહી પુરૂને પરકાર્ય સાધતાં વિલંબ કર, તે કલંક રૂપ છે. તે વખતે યુવરાજ વિગેરેએ હુંકાર કરવાથી તે અર્થને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com