________________
સુમુખપાદિ ચાર મિત્રની કથા. (૯૯) હારાજે વિધિપૂર્વક તેમને ગૃહસ્થ ધર્મ આખ્યા અને તેઓ પ્રાપ્ત કરીને આનંદ પામ્યા. પછી રાજાએ ગુરૂને વિનંતિ કરી કે “હે ભગવન! આ ભવ પછી હું કોણ થઈશ? અને મને મેલ થશે કે નહિ?” ગુરૂ બાલ્યા–“તું સ્ત્રીઓ સહિત, સ્વર્ગમાં દેવ થવાનો છે. ત્યાંથી ચવી, નરજન્મમાં ધર્મને લીધે વિચિત્ર પ્રકારનું સુખ જોગવીને પાછા સ્વર્ગે જઈશ. એ રીતે આ ભવથી સાતમે ભવે નરભવ પામી, રાજ્ય ભેગવી, વ્રત લઈ, બધા કર્મમલને નાશ કરીને પત્નીઓ સહિત તું ક્ષસુખને પામીશ, અને તારા મિત્ર પણ બરાબર આરાધેલ આહંત ધર્મના પ્રભાવથી કેટલાક ભવ પછી શિવસંપત્તિને પામશે.” એ પ્રમાણે મિત્રો અને સ્ત્રીઓ સહિત રાજા તથા નગરજને, વિવિધ ધર્મ–નિયમે સ્વીકારી, ગુરૂમહારાજને નમન કરી, કૃતાર્થ થતા જેમ આવ્યા હતા, તેમ પિતપતાના સ્થાને ગયા. હવે રાજા પોતાની સ્ત્રીઓ સહિત, લાંબે કાળ શ્રાવકધર્મ પાળી, અનેક પ્રકારે તીર્થની પ્રભાવના કરી, અવસરે મરણ પામી, સ્વર્ગે જઈ અને ગુરૂના કહ્યા પ્રમાણે અનુકમેતે મોક્ષસુખ પામે.
એ પ્રમાણે અરિહંત તથા મુનિને નમતાં, પરમેષ્ટી મંત્રનું ધ્યાન કરતાં, અને સ્વદાર સંતોષવ્રત, સતત આચરતાં પ્રાણી રાજ્યાદિ સંપત્તિ પામીને અનુક્રમે કર્મને જય કરીને મુક્તિને પણ પામે છે.
પ્રશસ્તિ. એ રીતે (૧૪૮૪) મા વર્ષે શ્રી મુનિસુંદરસૂરિએ ભવ્ય જનેના અનુગ્રહાથે તથા કલ્યાણની પ્રાપ્તિ માટે આ સુમુખરાજાનું ચરિત્ર બનાવ્યું છે. અને વ્યાકરણ શાસ્ત્રમાં દક્ષ એવા શ્રી લક્ષ્મીભદ્ર મુનિએ ગુરૂભક્તિથી હર્ષપૂર્વક આ ચારે કથાઓનું શોધન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com